મોરબી માળીયા હાઇવે રોડ ઉપર નાગડાવાસ ગામના પાટીયા પાસે બનેલ બનાવ મોરબી : મોરબી માળીયા હાઇવે રોડ ઉપર નાગડાવાસ ગામના પાટીયા પાસે રોંગ સાઈડમાં ધસી આવેલા કન્ટેનર ટ્રકના ચાલકે સ્વીફ્ટ કારને હડફેટે લેતા સ્વીફ્ટ કાર ચાલકને ઇજાઓ પહોંચી હતી. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી માળીયા હાઇવે રોડ ઉપર નાગડાવાસ ગામના પાટીયા પાસે સ્વીફ્ટ કાર લઈને જઈ રહેલા વનરાજભાઇ માવજીભાઇ ડાંગરને રોંગ સાઈડમાં ધસી આવેલા ટ્રક (કન્ટેનર) નંબર GJ-12-BT-6668ના ચાલકે હડફેટે લેતા માથાના ભાગે તથા બંન્ને પગના ભાગે ઇજા પહોંચી હતી. વધુમાં આ અકસ્માત સર્જી ટ્રક કન્ટેનર ચાલક નાસી જતા સ્વીફ્ટ કારના ચાલક વનરાજભાઇ માવજીભાઇ ડાંગરે માળીયા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.