ત્રણ દિવસ પહેલા ટ્રિપલ સવારી બાઈકને હડફેટે ચડાવતા એક બાઈક સવારનું થયું હતું મોત: મોરબી: મોરબી તાલુકાના અમરેલી ગામ નજીક ત્રણ દિવસ પહેલા સ્વીફ્ટ કારના ચાલકે ટ્રિપલ સવારી બાઈકને હડફેટે ચડાવતા ત્રણ ઇજાગ્રસ્તો પૈકી એકનું મોત થતા તાલુકા પોલીસે કાર રેઢી મૂકીને નાસી જનાર કારચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી તાલુકાના અમરેલી ગામની સીમ નજીક આવેલા રાજા મિનરલ નામના કારખાના પાસે ત્રણ દિવસ પૂર્વે સ્વીફ્ટ કાર નંબર GJ 03- CR- 7807ના ચાલકે બાઈક નંબર GJ 36 M- 6141 પર જઈ રહેલા પંકજભાઈ, અનિલભાઈ અને ભરતભાઈ પારધીને પાછળથી ઠોકરે ચડાવ્યા હતા. અકસ્માત બાદ સ્વીફ્ટ કારચાલક કાર રેઢી મૂકી નાસી છૂટ્યો હતો. બનાવમાં ઇજાગ્રસ્ત ત્રણ પૈકી ભરતભાઈ માનસિંગભાઈ પારધીનું મોત નિપજતા તાલુકા પો.સ્ટે.માં નોંધાયેલા ગુન્હાને આધારે પોલીસે નાસી છૂટેલા કારચાલકને કાર નંબરના આધારે ઝડપી લેવાની કવાયત હાથ ધરી છે. બનાવની વધુ તપાસ તાલુકા પો. મથકના પી.એસ.આઈ વી. કે. કોઠીયા ચલાવી રહ્યા છે.