ટંકારા : ટંકારા તાલુકાના સાવડી ગામના પાટિયા પાસેથી ટંકારા પોલીસે શંકાસ્પદ હાલતમાં પસાર થતી સ્વીફ્ટ કારને અટકાવી તલાશી લેતા સ્વીફ્ટ કારના ચાલક નવઘણભાઈ નથુભાઈ છીપરિયા રહે.ઓટાળા વાળાના કબ્જામાંથી વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 320 મળી આવતા દોઢ લાખની કિંમતની કાર કબ્જે કરી હતી. વધુમા આરોપી નવઘણે જોધપર ઝાલા ગામના આરોપી જયપાલસિંહ ખુમાનસિંહ ઝાલા પાસે દારૂની બોટલ મંગાવી હોય જયપાલસિંહે આરોપી બળદેવસિંહ નરેન્દ્રસિંહ ઝાલા રહે.જોધપર ઝાલા પાસેથી દારૂની બોટલ લઈ આરોપીને આપી હોય ત્રણેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.