માળીયા-અમદાવાદ હાઇવે ઉપર વિચિત્ર અકસ્માત માળીયા (મી.) : માળીયા અમદાવાદ હાઇવે ઉપર માળિયાથી વીસેક કિલોમીટર દૂર સ્વીફ્ટ કાર ડિવાઈડર કુદી રોંગ સાઈડમાં જતી રહી હતી અને સામેથી આવતી રીક્ષા સાથે અકસ્માત સર્જતાં રીક્ષાચાલકનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ માળીયા હળવદ હાઇવે ઉપર સ્વીફ્ટ કાર નં. GJ-01-HQ-3129ના ચાલકે પુર ઝડપે અને ગફલત રીતે કાર ચલાવી ડીવાઈડર કુદાવીને રોંગ સાઈડમા રિક્ષા રજી.નં.GJ-27-W-2871 સાથે અકસ્માત સર્જતાં રીક્ષાચાલક રાજુભાઇ ગોત્રેકીયાને માથાના ભાગે ગંભીર ઈજા થતા મોત નીપજ્યુ હતું અને સાહેદને નાની મોટી ઈજાઓ પહોચી હતી. આ અકસ્માતની ઘટના અંગે મૃતકના પુત્ર ગૌતમભાઈ રાજુભાઈ ગોત્રેકીયા, રહે. સતાપર,તા.ધ્રાંગધ્રા વાળાએ મારુતી સુઝીકીની સ્વિફ્ટ કાર GJ-01-HQ-3129ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી કલમ ૨૭૯ ૩૩૭ ૩૩૮ ૩૦૪(અ) એમ.વી.એક્ટ કલમ ૧૭૭ ૧૮૪ મુજબ ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..