મોરબી : રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા આજે મોરબીના વજેપર ગામમાં આવેલ આંગણવાડી ખાતે બાળકોને સ્વેટર આપવામાં આવ્યા હતાં. આ પ્રોજેક્ટ માં મોરબી રોટરી ક્લબના પ્રેસીડન્ટ અબ્બાસભાઈ લાકડાવાલા, સેક્રેટરી પરમાર રૂપેશ (કવિ જલરૂપ ), હરીશભાઈ શેઠ, રસીદાબેન લાકડાવાલા, બંસીબેન શેઠ, રાજવીરસિંહ સરવૈયા, અમિતભાઈ પટેલ, સંજયભાઈ છનીયારાની ઉપસ્થિતિમાં આ પ્રોજેક્ટ કરવામાં આવેલ હતો. આ પ્રોજેક્ટ માટેનું ડોનેશન ભૂપતભાઈ જારીયા તેમજ કેઝરભાઈ એ આપેલ હતું.