વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજીનામાની માંગ સાથે SSDના સભ્યો આવેદનપત્ર આપવા પહોંચ્યા, રાષ્ટ્રપતિ જોગ રજૂઆતમોરબી : મોરબી ખાતે તારીખ 23/07/2026, ગુરુવારના રોજ સ્વયં સૈનિક દળ (SSD) દ્વારા દેશમાં વ્યાપ્ત વિવિધ ગંભીર પ્રશ્નો, ભ્રષ્ટાચાર, બેરોજગારી અને જનવિરોધી નીતિઓ સામે જિલ્લા કલેક્ટર મારફતે ભારતના રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.NEET પેપર લીક અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અંગે રોષઆવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, તાજેતરમાં યોજાયેલી NEET પરીક્ષાનું પેપર લીક થવાને કારણે 20 થી વધુ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. આ ઉપરાંત, દિલ્હીના જંતર-મંતર ખાતે ન્યાય માટે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા નિર્દયતાપૂર્વક કરવામાં આવેલા લાઠીચાર્જ અંગે ભારે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.રાજીનામા અને કડક સજાની માંગશિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન જ નહીં પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ શાસન અને વ્યવસ્થા જાળવવામાં સંપૂર્ણ નિષ્ફળ રહ્યા હોવાનો દાવો કરી, સરકારની દેખરેખ હેઠળ થયેલી આવી ગંભીર ઘટનાઓ બદલ જવાબદારોના રાજીનામાની માંગ કરાઈ છે. આ સાથે પેપર લીકના દોષિતો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી છે.મોંઘવારી, બેરોજગારી અને આર્થિક સંકટ મુદ્દે રજૂઆતSSD દ્વારા રજૂ કરાયેલા આવેદનપત્રમાં દેશના અન્ય મુખ્ય મુદ્દાઓ પણ આવરી લેવામાં આવ્યા હતા. જેમાં મોંઘવારી અને આર્થિક સંકટ, બેરોજગારી અને શિક્ષણ ક્ષેત્ર કથળતી ગુણવત્તા અને પ્રશાસનિક નિષ્ફળતાઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરાઈ હતી.પરિવારજનો અને બાળકો સાથે ઉપસ્થિતિઆ આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં મોરબી જિલ્લાના તમામ સૈનિકો અને મિશનરી મિત્રો પોતાના બાળકો અને પરિવારજનો સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજે કોઈ અન્યના બાળકો આ વ્યવસ્થાનો ભોગ બન્યા છે, કાલે અન્ય કોઈના બાળકો શિકાર ન બને તેવા હેતુથી જાગૃતિ દર્શાવીને કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.#Morbi #MorbiUpdate #SwayamSainikDal #NEETPaperLeak #MorbiCollector #MorbiNews #Protest #SSD #EducationSystem #MorbiLocalNews