રેલી કાઢી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે કલેકટરને આવેદન અપાશે મોરબી : મોરબી ઝૂલતાપૂલ દુર્ઘટનામાં હતભાગીઓને શ્રદ્ધાંજલિ આપવા તેમજ જવાબદાર તમામ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આવતીકાલે સોમવારે સ્વંય સૈનિક દળ દ્વારા રેલી કઢાવામાં આવશે અને રેલી કાઢી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે કલેકટરને આવેદન અપાશે. મોરબીના ઝુલતા પુલ તૂટવાની જે દર્દનાક ઘટના બની છે, જેમાં ઘણા બધા નિર્દોષ નાના બાળકો સ્ત્રીઓ અને પુરૂષો મૃત્યુ પામ્યા છે. આ દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ અને જે કંપનીએ પુલનો કોન્ટ્રાક્ટ લીધો એના માલિક વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આથી સ્વયમ્ સૈનિક દળ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ તેમજ ન્યાય મળે તે માટે આવતીકાલે તા.7ને સોમવારના રોજ બપોરે 12:30 વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ, નવા બસ્ટેન્ડ મોરબીથી કલેકટર કચેરી મોરબી સુધી રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે.