ડો. બાબાસાહેબ આંબેડકરજી મામલે નિવેદન બદલ રાજીનામું આપવા માગમોરબી : દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રાજ્યસભામાં સત્ર દરમિયાન ડો. બાબાસાહેબ આંબેડકરજી વિશે કરાયેલા નિવેદનને લઈને દેશભરમાં વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ત્યારે મોરબીમાં સ્વયમ્ સૈનિક દળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને ગૃહમંત્રી અમિત શાહનું રાજીનામું લેવા માગ કરવામાં આવી છે.સ્વયમ્ સૈનિક દળ દ્વારા આવેદનપત્ર આપીને જણાવાયું છે કે, ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરવામાં આવ્યું છે. ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજીના અપમાન બદલ અમિત શાહ પર એટ્રોસિટી એક્ટ લગાવી જેલ હવાલે કરવામાં આવે. નહિતર 85% મુળનીવાસી સમાજ રોડ પર ઉતરી ન્યાય હાંશિલ કરશે તેમ જણાવાયું છે.મોરબી અપડેટના વાચકો જોગMorbi Updateની એન્ડ્રોઇડ એપ્લીકેશન અપડેટ કરવા વિનંતી..Morbi Update ની એપ્લિકેશન વાપરતા તમામ વાચકોને નમ્ર વિનંતી છે. આપ પ્લે સ્ટોરમાં જઈ Morbi Update લખી સર્ચ કરી Morbi Update ની એપ્લિકેશન અપડેટ કરી લેવી. નવા અપડેટ વર્ઝનમાં વધુ સારા ફિચર્સ સાથે આપ સરળતાથી આપણા મોરબી જિલ્લામાં સમાચારો સૌથી પ્રથમ આપણી એપ્લિકેશનમાં વાંચી શકો છો.Morbi Updateની નવી એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો..play.google.com/store/apps/details?id=com.morbiupdate.news