મોરબી : આગામી 12 જાન્યુઆરીએ વિશ્વ વિભૂતિ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણીના ભાગરૂપે આજે મોરબીના ખાનપરની હાઇસ્કૂલ ખાતે સ્વામી વિવેકાનંદ રમતોત્સવ યોજાયો હતો.આગામી 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિની રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી એટલે સ્વામી વિવેકાનંદ રમતોત્સવનું વઆયોજન ગુજરાત સ્ટેટ કો-ઓર્ડીનેટર કૌશલ દવેના માર્ગદર્શન તેમજ ઝોન સંયોજક દિલીપભાઈ ગઢવી તેમજ જિલ્લા સંયોજક નાથાલાલના માર્ગદર્શનથી મોરબીના ખાનપર શાળા તેમજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ મોરબી તાલુકા સંયોજક નવનીત પટેલ દ્વારા ખાનપર હાઇસ્કૂલ ખાતે સ્વામી વિવેકાનંદ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમના મુખ્ય મહેમાન ધારાસભ્ય દુલભજીભાઈની વિશેષ ઉપસ્થતી રહી હતી.