ડેપ્યુટી મેયર ચિરાગ રાણપરા અને મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં ડિજિટલ દાન મશીન કાર્યરત કરાયુંમોરબી: મોરબીના લખધીરવાસ સ્થિત આર્ય સમાજ મંદિર ખાતે 19 જુલાઈ 2026ના રોજ વિશેષ ધાર્મિક, જ્ઞાનવર્ધક કાર્યક્રમ તેમજ ડિજિટલ સેવા ઉદ્ઘાટનનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. રોજડ દર્શન યોગ મહાવિદ્યાલય અને લાખરોડાના દર્શન યોગધામથી પધારેલા પૂજ્ય સ્વામી વિવેકાનંદજી પરિવ્રાજકના આશીર્વાદ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશિષ્ટ 'ઈ-દાન મશીન' (E-Offering Machine) નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિઆ શુભ પ્રસંગે મોરબીના ડેપ્યુટી મેયર ચિરાગ રાણપરા, ઈન્ડિયન ઓવરસીઝ બેંક (મહેન્દ્રનગર શાખા)ના બ્રાન્ચ મેનેજર અજીત સર તેમજ રેલવેના એસ. એમ. યાદવ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવો અને આર્ય સમાજના શ્રેષ્ઠીઓની હાજરીમાં આ કાર્યક્રમ ગરિમાપૂર્ણ રીતે સંપન્ન થયો હતો.ઈ-દાન મશીન મુકવાનો મુખ્ય હેતુઆર્ય સમાજ ખાતે મુકવામાં આવેલા આ ઈ-દાન મશીન દ્વારા શ્રદ્ધાળુઓ સરળતાથી ડિજિટલ માધ્યમથી દાન અર્પણ કરી શકશે. આ મશીન મારફતે પ્રાપ્ત થનાર દાનનો ઉપયોગ આર્ય ગુરુકુળો અને આર્ષ વિદ્યાના પ્રચાર-પ્રસાર, નાના બાળકોમાં સંસ્કાર સિંચન તેમજ ગૌવંશના સંરક્ષણ આદિ કાર્યો માટે કરવામાં આવશે. કોઈ પણ ધર્મપ્રેમી નાગરિક આ ઉદ્દેશ્યો માટે પોતાનું યોગદાન આપી શકશે.દિવસભર યોજાયા વિવિધ પ્રવચન અને વૈદિક યજ્ઞકાર્યક્રમ અંતર્ગત સવારે 8:30 થી 9:30 વાગ્યા દરમિયાન શનાળા રોડ પર આવેલ રામેશ્વર સોસાયટી ખાતે વૈદિક યજ્ઞ યોજાયો હતો. ત્યારબાદ સ્વામી વિવેકાનંદજી પરિવ્રાજક દ્વારા 'ગૃહસ્થાશ્રમમાં કેવી રીતે રહેવું જોઈએ?' વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.બપોરે 4:00 વાગ્યે આર્ય સમાજ લખધીરવાસ ખાતે 'શું તમે દુઃખોમાંથી મુક્તિ ઈચ્છો છો?' વિષય પર અને રાત્રે 8:45 વાગ્યે 'ધન શા માટે કમાવવું અને ધનથી સુખી કેવી રીતે થવું?' વિષય પર પ્રવચન યોજાયા હતા. દરેક પ્રવચન બાદ શ્રોતાઓ માટે 15 મિનિટનો શંકા સમાધાન સેશન પણ રાખવામાં આવ્યો હતો.આ સમગ્ર આયોજનને સફળ બનાવવા આર્ય સમાજ પરિવાર લખધીરવાસના ટ્રસ્ટી વિજયભાઈ રાવળ, મંત્રી ઉદયભાઈ આર્ય, ઉપપ્રમુખ વિજયસિંહ સિસોદિયા, પ્રમુખ ઘનશ્યામસિંહ ચુડાસમા સહિતના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી.#Morbi #MorbiUpdates #MorbiNews #AryaSamaj #SwamiVivekanandjiParivrajak #EDananMachine #EOffering #VedicYajna #MorbiEvent