વાંકાનેર : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વાંકાનેર શાખા દ્વારા સ્વામી વિવેકાનંનદજીની જન્મ જયંતી નિમિતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પ અર્પણ અને યુવાઓના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદજી પર વક્તવ્ય પણ રાખવામાં આવ્યું હતું. જે કે.કે.શાહ. વિધાલયના ઓડિટોરિયમમાં રાખવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ વેળાએ કલ્પેંદુભાઈ મહેતા-વિદ્યાભારતી તથા યુવા સંગઠનના ટ્રસ્ટી, અમરસિંહભાઈ મઢવી યુવા સંગઠન ટ્રસ્ટના મંત્રી, વિનુભાઈ રૂપારેલીયા યુવા સંગઠન ટ્રસ્ટના ઉપ પ્રમુખ, જગદીશભાઈ પ્રજાપતી સામાજિક સદભાવ તાલુકા સંયોજક, દિનેશભાઈ રાવલ વિધાભારતી યુવા સંગઠનના ટ્રસ્ટી, ડો.પાયલબેન ભટ્ટ મુખ્ય વક્તા, દર્શનાબેન જાની, વાય,એમ, ચુડાસમાં, નિલેશભાઈ ધોકીયા ઉપસ્થિત રહ્યા હતા.