મોરબી : મોરબી સ્થાનકવાસી જૈન યુવક મંડળ દ્વારા તારીખ 13-9-2024 ને શુક્રવારના રોજ બપોરના 12 કલાકે દશાશ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી, સરદાર રોડ, બેન્ક ઓફ બરોડાની સામે, મોરબી ખાતે સ્વામી વાત્સલ્ય સંઘજમણનું આયોજન કરવામાં આવ્યું છે.નોંધનીય છે કે, જૈનોના પર્યુષણ મહાપર્વની પૂર્ણાહુતિ સાથે મોરબીના આંગણે નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધીના જૈન - જૈનેત્તરો દ્વારા અઠ્ઠાઇ-નવાઈ- સોળભથ્થું તથા માસખમણ જેવી ઉગ્ર તપશ્ચર્યાઓ કરવામાં આવી છે. તેમને પારણા કરવી બહુમાન કરવામાં આવે છે. ત્યારે પર્યુષણ પૂરું થતા દર વખતની જેમ આ વખતે પણ મોરબી સ્થાનકવાસી જૈન યુવક મંડળ દ્વારા ભવ્ય અને અનેરું સ્વામી વાત્સલ્ય સંઘજમણનું આયોજન કરવામાં આવ્યું છે. સંઘજમણના મુખ્ય દાતા સ્વ. કમળાબેન ભગવાનજીભાઈ સંઘવી તથા સમસ્ત શ્રાવક-શ્રાવિકાઓના સહયોગ અને સાથ સહકાર આપી લાભ લીધો છે. ત્યારે આ સંઘજમણનો લાભ લેવા સ્થાનકવાસી જૈન યુવક મંડળના પ્રમુખ મનોજભાઈ દેસાઈ, મંત્રી રાજુભાઈ ગાંધીએ જણાવ્યું છે. આ આયોજનમાં યુવક મંડળના કમિટી મેમ્બર જીતેન્દ્રભાઈ સંઘવી (દાતા પરિવાર), તથા જયભાઈ મહેતા, વિપુલભાઈ દોશી, જીતેશભાઈ દફ્તરી, અશોકભાઈ મહેતા, ડો. ભાવીનભાઈ દોશી, કિશોરભાઈ મહેતા, હિતેશભાઈ મહેતા વગેરે સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.