ટંકારા: 'વોકલ ફોર લોકલ' અને 'હર ઘર સ્વદેશી' ના મંત્રને સાર્થક કરવા માટે ટંકારા ખાતે ભવ્ય 'સ્વદેશી મેળો શોપિંગ કમ ફૂડ ફેસ્ટિવલ - 2026' નું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનો શુભારંભ 28 ફેબ્રુઆરીથી થશે જે 6 માર્ચ સુધી ચાલશે.આ મેળાનું ઉદ્ઘાટન 28-02-2026 ના રોજ સવારે 11:00 કલાકે જૂનો જબલપુર રોડ, ટંકારા ખાતે રાખવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાન તરીકે ટંકારા-પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજી દેથરીયા ઉપસ્થિત રહેશે. ટંકારા નગર સેવા સદન દ્વારા આયોજિત આ મેળામાં વિવિધ સ્વદેશી વસ્તુઓના સ્ટોલ્સ અને ખાણીપીણીની લિજ્જત માણવા મળશે.સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે મુખ્ય અધિકારી ગીરીશકુમાર સરૈયા અને વહીવટદાર પી.એન.ગોર દ્વારા જરૂરી જહેમત ઉઠાવવામાં આવી રહી છે. ટંકારાની જનતાને આ મેળાનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Tankara #SwadeshiMela #VocalForLocal #FoodFestival #MorbiUpdate #Gujarat #Exhibition #LocalBusiness