સર્કિટ હાઉસથી મહારાણા પ્રતાપ સર્કલ સુધી સવારે 7:00 થી 9:00 કલાકે સામૂહિક શ્રમદાનનું આયોજન : મંત્રી અને મેયર સહિતના પદાધિકારીઓ જોડાશેમોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકા દ્વારા 'સ્વચ્છતા હી સેવા - 2026' રાષ્ટ્રીય મહાઅભિયાન અંતર્ગત મંત્રી અને મેયરની ઉપસ્થિતિમાં સમગ્ર મોરબી શહેરના વિવિધ 50 નિયત સ્થળોએ એકસાથે સઘન સફાઈ ઝુંબેશ અને જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.આ અભિયાન અંતર્ગત 18 સપ્ટેમ્બર, 2026ના રોજ સવારે 7:00 થી 9:00 કલાકે સર્કિટ હાઉસથી મહારાણા પ્રતાપ સર્કલ રોડ પર વિશેષ શ્રમદાન યોજાશે. જેમાં પદાધિકારીઓ, અધિકારીઓ, સેવાભાવી સંસ્થાઓ, યુવાનો અને સફાઈમિત્રો જોડાઈને સફાઈ કરશે. આ સાથે જ 4 પ્રકારના કચરાના વર્ગીકરણ (ભીનો, સૂકો, જોખમી, ઈ-કચરો) અને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્તિ અંગે જાગૃતિ લાવવામાં આવશે.મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરના સમસ્ત નાગરિકો, વેપારીઓ, સંસ્થાઓ અને મીડિયા કર્મીઓને 18મીએ સવારે 7:00 કલાકે સર્કિટ હાઉસ ખાતે શ્રમદાનમાં સહભાગી થઈ 'સ્વચ્છ મોરબી - સ્વસ્થ મોરબી' બનાવવા અપીલ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #SwachhataHiSeva #CleanMorbi #SwachhBharat #MorbiMunicipalCorporation #SwachhataAbhiyan