મોરબી : મોરબીમાં સંસ્કૃતિ સંવર્ધન સંસ્થાનમાં સંચાલિત સંસ્કૃતિ આર્ય ગુરુકુલમમાં દ્વારા તા. ૨૭ એપ્રિલને ગુરુવારે વિનામુલ્યે મંત્રૌષધિ સુવર્ણપ્રાશન પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીના વિવિધ વિસ્તારોમાં આવેલા ૧૭ કેન્દ્રો પર પીવડાવવામાં આવશે. બાળકોમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો, સ્મૃતિ શક્તિમાં વધારો તેમજ બાળકનો વર્ણ તેમજ અવાજ સારો થાય તે હેતુથી સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ દ્વારા મંત્રૌષધિ સુવર્ણપ્રાશન મુવમેન્ટ સમગ્ર ભારતભરના ૧૮ રાજ્યોમાં ૭૦૦થી વધુ કેન્દ્ર પર ૫૦ વર્ષોથી અવિરત રુપે ચલાવવામાં આવે છે. ત્યારે આ મુવમેન્ટ અંતર્ગત પુષ્ય નક્ષત્રના દિવસે તા. ૨૭ એપ્રિલને મોરબીના વિવિધ વિસ્તારોમાં આવેલા ૧૭ કેન્દ્રો પર વિનામુલ્યે મંત્રૌષધિ સુવર્ણપ્રાશન પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તો નજીકના કેન્દ્રોની માહિતી માટે કે વિશેષ જાણકારી માટે ડો. જયેશ પનારા, કલરવ હોસ્પિટલ, શનાળા રોડ, મોરબી, મો. 9825621214 પર સંપર્ક કરવાનો રહેશે.