ટંકારા આવવાના જુના રસ્તે મૃતદેહ મળી આવ્યોટંકારા : ટંકારા તાલુકાના હીરાપર ગામથી ટંકારા આવવાના જુના રસ્તા ઉપર ઉત્તરપ્રદેશના શ્રમિક યુવકનો મૃતદેહ મળી આવતા શંકાસ્પદ મૃત્યુ અંગે પોલીસે મૃતકના વિશેરા લઈ ફોરેન્સિક પીએમમાં મોકલી આપી બનાવનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના હીરાપર ગામની સીમમાં આવેલ તથાસ્તુ કારખાનમાં કામ કરતા અને અહીં જ લેબર કવાટર્સમાં રહેતા મૈયાદીન રામઆસરે ગૌતમ ઉ.40 નામના યુવકનો મૃતદેહ ટંકારાના જુના રસ્તેથી મળી આવતા શંકાસ્પદ મૃત્યુ અંગે તપાસ શરૂ કરી વિશેરા લઈ ફોરેન્સિક તપાસમાં મોકલી આપવામાં આવ્યા છે.