વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ મથક હેઠળ આવતા અમદાવાદ-રાજકોટ હાઇવે પર વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ દ્રારકાધીશ હોટલમાં છેલ્લા સાતથી આઠ દિવસથી રોકાયેલા યુવકનું હોટેલના રૂમમાં શંકાસ્પદ હાલતમાં મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ તાલુકાના બેટી રામપર ગામના રામજીભાઇ ભલગામડીયા ઉ.48 નામના વ્યક્તિ વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ દ્રારકાધીશ હોટલના રૂમ નં.109માં છેલ્લા સાતથી આઠ દિવસથી રોકાયા હતા જેમાં ગઈકાલે બપોરના સમયે હોટલ સંચાલકોએ રૂમ ખખડાવવા છતાં રૂમનો દરવાજો નહીં ખુલતા પોલીસને જાણ કરી હતી.દરમિયાન રામજીભાઇ ભલગામડીયા હોટેલના રૂમમાં બેભાન હાલતમાં મૃત્યુ પામ્યા હોવાનું સામે આવતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.