યુવાનનું બાઈક, બુટ અને પાકીટ કેનાલ કાંઠેથી મળી આવ્યું હળવદ : આજે બપોરના હળવદ તાલુકાના મિયાણી ગામે રહેતા 21 વર્ષીય યુવાને ગામ પાસેથી પસાર થતી માળીયા બ્રાંચની નર્મદા કેનાલમાં ઝંપલાવ્યુ હોવાની આશંકા વચ્ચે સ્થાનિક તરવૈયાઓ દ્વારા યુવાનની કેનાલમાં શોધખોળ કરવામાં આવી રહી છે. જોકે હજુ સુધી યુવાનો કોઈ પત્તો ન લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના મિયાણી ગામે રહેતા સંજયભાઈ સાદુભાઈ સુરેલા (ઉંમર વર્ષ અંદાજે 21)નું આજે બપોરના બે વાગ્યાની આસપાસ મીયાણી ગામ પાસેથી પસાર થતી માળીયા બ્રાંચની નર્મદા કેનાલ પાસેથી તેઓનું બાઈક, પાકીટ અને બુટ મળી આવ્યા છે. જેથી, આ યુવાને કેનાલમાં ઝંપલાવ્યું હોવાની આશંકા વચ્ચે સ્થાનિક તરવૈયાઓ દ્વારા કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી છે. જોકે આ લખાય છે ત્યાં સુધી યુવાનો કોઈ પત્તો ન લાગ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. વધુમાં એ પણ જાણવા મળી રહ્યું છે કે, અહીં અંડરગ્રાઉન્ડ નાળુ હોય જેના કારણે કેનાલમાં યુવાનને શોધવામાં ભારે મહેનત પડી રહી હોવાનું પણ સામે આવ્યું છે.