સંદિપ ઝાલાના વાર્ષિક ઈજાફા પર રોક લગાવવા માટે GPSCને પણ જાણ કરાઈ હોવાના અહેવાલમોરબી : મોરબી ઝુલતા બ્રિજ તૂટવાની દુર્ઘટનામાં અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી છે. તે સમયના નગર પાલિકાના ચીફ ઓફિસર સંદિપ ઝાલાને મળવા પાત્ર પગાર ત્રણ વર્ષ માટે રોકી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.સંદેશના અહેવાલ મુજબ ગુજરાત હાઈકોર્ટમાં મોરબી બ્રિજ દુર્ઘટના અંગે ચાલી રહેલા કેસમાં કોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. SITના રીપોર્ટ બાદ રાજ્ય સરકારે કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યુ હતું. આ કેસની સુનાવણીમાં પીડિતોના વકીલે મૃતકોને બે કરોડ અને ઈજાગ્રસ્તોને 50 લાખ રૂપિયા આપવા રજૂઆત કરી હતી. સંદિપ ઝાલાને મળવા પાત્ર પગાર ભથ્થાં પર રોક લગાવવા માટે સરકારે વિભાગને જાણ કરી હતી. બાદમાં સરકારે કડક કાર્યવાહી કરી છે. જેમાં મોરબીના તત્કાલીન ચીફ ઓફિસર સંદિપ ઝાલા વિરુદ્ધ ગુજરાત સિવિલ સર્વિસ રુલ 1971 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં તેમને હાલમાં મળવાપાત્ર પગારધોરણમાં ત્રણ વર્ષ માટે રોક લગાવી દેવામાં આવી છે. સંદિપ ઝાલાના વાર્ષિક ઈજાફા પર રોક લગાવવા માટે GPSCને જાણ કરાઈ છે.