મોરબી : ઝૂલતા પુલ દુર્ઘટનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોરબી આવી પહોંચ્યા છે. તેઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી છે. ત્યારે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ સમગ્ર વિગતો જણાવી હતી. મોરબીમાં ઝૂલતો પુલ તૂટી જતા 134 લોકોના મોત નિપજ્યા છે. આ ઘટના બાદ આજે વડાપ્રધાન મોદી હેલિકોપ્ટર મારફત મોરબી પહોંચ્યા છે. અહીં તેઓએ મચ્છુ નદી પર આવેલા ઝૂલતા પુલની ઓફિસ પાસેના સ્થળની મુલાકાત કરી હતી. આ વેળાએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ તેઓની સાથે રહી સમગ્ર સ્થિતિની વિગતો જણાવી હતી.