મોરબી : મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનાને પગલે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સહિતના નેતાઓએ ઘટનાસ્થળ અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી છે. જ્યાં તેઓએ વ્યવસ્થાની સમીક્ષા ઉપરાંત લોકો સાથે વાતચીત કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. મોરબીમાં ઝૂલતો પુલ તૂટતા અનેક લોકોના મોત નિપજ્યા છે. આ ઘટનાથી દેશભરમાં શોક વ્યાપી ગયો છે. દુર્ઘટનાને પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તાકીદે મોરબી દોડી આવ્યા છે. તેમની સાથે ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી પણ મોરબી પહોંચ્યા છે. આ તમામે ઘટના સ્થળ અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ વ્યવસ્થાની સમીક્ષા કરવાની સાથે લોકો સાથે વાતચીત કરી હતી અને તમામ વિગતો મેળવી હતી.