મોરબી : મોરબી માટે આજનો દિવસ ગોઝારો સાબિત થયો છે. ઝૂલતા પુલની દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. તો સામે મોરબીની ખમીરવંતી પ્રજા ઘાયલોને બચાવવા માટે બ્લડ બેંકની બહાર બ્લડ ડોનેટ કરવા ઉમટી પડતા ભાવવિભોર દ્રશ્ય સર્જાયા છે.