કોઈપણ માર્ગદર્શન, મેડીકલ કે અન્ય સહાયની જરૂરિયાત હોય સંપર્ક કરવા અનુરોધ મોરબી : મોરબી ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વીસ ઓથોરિટીએ પુલ તૂટવાની દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને તમામ સદગતોના કુટુંબીજનો પર આવી પડેલ અણધાર્યા અને અસહ્ય દુ:ખમાં તેઓની પડખે છે. સદગતોના કુટુંબીજનો તથા ઇજા પામનારાઓ તથા તેમના કુટુંબીજનોને કોઈપણ માર્ગદર્શન કે મેડીકલ કે અન્ય સહાયની જરૂરિયાત હોય, તો તેઓને સત્વરે ડીસ્ટ્રીક લીગલ સર્વીસીસ ઓથોરિટી, ડિસ્ટ્રિક્ટ કોર્ટ ,મોરબી મુકામે આવેલ એ ડી આર સેન્ટરનો મો.નં. 6357981033 ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.