મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં હાલ બચાવ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. પોલીસનો કાફલો મોટી સંખ્યામાં અહી ફરજ ઉપર તૈનાત છે. વધુમાં 50 જેટલા પોલીસ જવાનો બચાવ કાર્ય માટે નદીમાં ઉતર્યા છે. ઝૂલતા પુલની આ દુર્ઘટનામાં લોકોના જીવ બચાવવા મોટી સંખ્યામાં લોકો ખભે ખભો મિલાવી બચાવ કાર્ય કરી રહ્યા છે. તેવામાં એલસીબી પીઆઇ કે.જે.ચૌહાણ સહિતના 50 પોલીસ જવાનો જેમને તરતા આવડતું હોય, તેઓએ નદીમાં ઉતરીને તરવૈયાઓની ભૂમિકામાં આવીને લોકોને બચાવવાનું શરૂ કર્યું છે.