મોરબી : મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં બાજુના જિલ્લા એવા રાજકોટના 25 તબીબોની ટિમ, 33 એમ્બ્યુલન્સ, 6 બોટ બચાવ કાર્યમાં જોડાઈ છે. મોરબીમાં સર્જાયેલ દુર્ઘટનાને પગલે આજુબાજુના જિલ્લાઓમાંથી બચાવ કાર્ય માટે મદદ કરવામાં આવી રહી છે. જેમાં મોરબી જેમાંથી છૂટું પડ્યું તે રાજકોટ જિલ્લામાંથી 33 એમ્બુલન્સ,7 ફાયર એન્જિન તેમજ 6 બોટ મોરબી ઝુલતા પુલે ઘટના સ્થળ પર રાહત કાર્ય માટે મોકલેલ છે. જીલ્લા વહીવટી તંત્ર રાજકોટ સતત મોરબી જીલ્લા સાથે સંપર્ક માં રહી રાહત કામગીરી માં મદદ કરી રહ્યું છે તેમ રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું છે.