મોરબી : 135 નિર્દોષ લોકોના જીવ લેનાર ઝૂલતા પુલ દુર્ઘટનાના કેસમાં આજે કોર્ટે કલમ ઉમેરો અને અજંતાને આરોપી બનાવવા મામલે સુનાવણી હાથ ધરી હતી. જેમાં હવે આગામી મુદત તા.3ની પડી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઝૂલતા પુલ દુર્ઘટના કેસ હાલ કોર્ટ ચાલી રહ્યો છે. કોર્ટ તમામ દલીલો અને પુરાવાઓને ધ્યાને લઇ સુનાવણી હાથ ધરી રહી છે. જેમાં સરકાર પક્ષે જીલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાનીને જવાબદારી સોપવામાં આવી હતી. કોર્ટમાં આજે 18 સપ્ટેમ્બરની મુદત હોવાથી આજે સરકારી વકીલ કોર્ટમાં હાજર રહ્યા હતા. વિકટીમ એસો. દ્વારા જયસુખ પટેલ સામે 302ની કલમ ઉમેરવા તથા અજંતા કંપનીને આરોપી બનાવવા કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેની કોર્ટ દ્વારા આજે સુનાવણી કરવામાં આવી હતી. હવે વધુ સુનાવણી તા. 3 ઓક્ટોબરના રોજ હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.