હળવદ તાલુકાના સરંભડા ગામે બનેલો બનાવ હળવદ : હળવદ તાલુકાના સરંભડા ગામે કૌટુંબિક બહેન સાથે પ્રેમ સંબંધની શંકાએ મિત્ર એ જ મિત્રને માર મારી છરી વડે હુમલો કરતા ત્રણ આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સરંભડા ગામે રહેતા સંજયભાઈ ભરતભાઇ ડઢયા નામનો યુવાન વાડીએ હતો ત્યારે તેના જ મિત્ર એવા આરોપી અક્ષય સુરેશભાઈ બાવળિયા, અનિલ ધીરુભાઈ ઉઘરેજા અને રમણિક જગાભાઈ બાવળિયા આવ્યા હતા અને બાદમાં બધા તળાવ કાંઠે ગયા હતા જ્યાં આરોપી અક્ષયે સંજયને કહ્યું હતું કે મારા કૌટુંબિક બહેન સાથે કેમ લફરું કરે છે ? બાદમાં ત્રણેય શખ્સોએ માર મારી આરોપી અક્ષયે પેટ તેમજ છાતીના ભાગે છરીના ઘા ઝીકી દઈ ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે હળવદ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.