મોરબી : મોરબી તાલુકાના ઉટબેટ (શામપર) ગામની ચૂંટણીમાં ટ્યુબલાઈટના નિશાન સાથે ચૂંટણી લડેલા સુશીલાબેન હસમુખભાઈ ચોટલીયાનો વિજય થયો છે. સુશીલાબેન ચોટલીયા 35 મતે સરપંચ પદે ચૂંટાઈ આવ્યા છે. પ્રથમ વખત તેઓ સરપંચ બન્યા છે. સાથે જ તેમની પેનલના સભ્યોનો પણ વિજય થયો છે. જીત બદલ મતગણતરી કેન્દ્ર પર ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. હારતોરા કરીને સરપંચ પદના ઉમેદવાર અને સભ્ય પદના ઉમેદવારને આવકારવામાં આવ્યા હતા.જીત બાદ સુશીલાબેન ચોટલીયાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગામમાં વિકાસના કામો બાકી છે તે આગામી દિવસોમાં પૂરા કરવામાં આવશે. ગામમાં સારો વિકાસ થાય તેને પ્રાધાન્ય આપવામાં આવશે. સાથે જ ચૂંટાયેલા સભ્યોએ પણ જીતની ખુશી વ્યક્ત કરી હતી અને ગામના વિકાસમાં હંમેશા સહભાગી થવાની નેમ વ્યક્ત કરી હતી.