મોરબી : મોરબીના સામાકાંઠે સૂર્યમુખી હનુમાનજી મંદિરે તા.22ના રોજ રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. જેમાં સવારે 6:30 કલાકે શણગાર આરતી, 9 કલાકે ધ્વજારોહણ, 12 કલાકે રામ આરતી, સાંજે 7 કલાકે 51 દિવડાની મહાઆરતી અને સાંજે 7:30 કલાકે મહાપ્રસાદ યોજવામાં આવશે. આ ધાર્મિક પ્રસંગમાં પધારવા માટે સૂર્યમુખી હનુમાન મિત્રમંડળ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.