મોરબી : મોરબીના લાલપર ખાતે આવેલી નવદીપ વિદ્યાલય ખાતે દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મ જયંતિ નિમીત્તે તા. 10ને શનિવારે સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબી જીલ્લાના ટંકારા ખાતે આર્ય સમાજ દ્વારા તા. 10 થી 12 ફેબ્રુઆરીના મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા તા. 12ને સોમવારે મોરબી જીલ્લાની તમામ કચેરીઓ તથા શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ત્યારે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મ જયંતિને યાદગાર બનાવવા તેમજ શ્રધ્ધા સુમન અર્પણ કરવા લાલપરની નવદીપ વિદ્યાલયના આશરે 500થી વધુ વિદ્યાર્થીઓ તા.10ને શનિવારના સૂર્યનમસ્કાર કરીને કાર્યક્રમની ઉજવણી કરશે.