જિલ્લામાં સૌથી વધુ કપાસના પાકમાં 1,92 લાખ હેક્ટરમાં નુકસાન : અડદ, તલ, મગ તેમજ બાગાયતીમાં પણ વ્યાપક નુકશાનીમોરબી : ઓક્ટોબર માસના અંત ભાગમાં ખેડૂતો માટે આફત બનીને આવેલ કમોસમી વરસાદને કારણે મોરબી જિલ્લામાં ખેડૂતોને મરણતોલ ફટકો પડ્યો છે. સતત પાંચ દિવસ સુધી સમગ્ર જિલ્લામાં ચોમાસાની જેમ ધોધમાર કમોસમી વરસાદ વરસતા ખેડૂતોએ ખરીફ મોસમમાં વાવેલ પાક લણણી પૂર્વે જ સાફ થઈ ગયો હોવાનું સર્વેમાં બહાર આવ્યું છે.મોરબી જિલ્લા ખેતીવાડી વિભાગના સર્વેક્ષણના આંકડા મુજબ મોરબી જિલ્લામાં ખરીફ મોસમ 2025માં થયેલ કુલ 3.17 લાખ હેકટર વાવેતર પૈકી 2.79 લાખ હેક્ટરમાં ખેડૂતોના તૈયાર પાકનો સફાયો થઇ ગયો હોવાનું અને જિલ્લાના અંદાજિત દોઢ લાખ ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડ્યો હોવાનો રિપોર્ટ સરકારમાં કરવામાં આવ્યો છે.મોરબી સહિત રાજ્યભરમાં ઓક્ટોબર માસના અંત ભાગમાં કમોસમી વરસાદ પડતા સરકારે તમામ અસરગ્રસ્ત જિલ્લામાં સર્વે કરવા આદેશ આપ્યો હતો. મોરબી ખેતીવાડી વિભાગના સત્તાવાર આંકડા મુજબ જિલ્લામાં ખરીફ મોસમમાં કુલ 3,17,004 હેકટરમાં મગફળી, કપાસ, અડદ, તલ, બાજરી, મગ, ઘાસચારો, શાકભાજી સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં દિવાળી બાદ કપાસ અને મગફળીનો પાક તૈયાર થઈ ગયો હોય અને ખેડૂતોના ખેતરમાં જ પડ્યો હતો તેવા સમયે જ ધોધમાર કમોસમી વરસાદ ત્રાટકતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.ખેતીવાડી વિભાગના સર્વે મુજબ જિલ્લાના તમામ તાલુકામાં કુલ 2,79,452 હેકટરમાં નુકશાન થયું છે.કુલ મળી જિલ્લાના અંદાજિત 1,50000 જેટલા ખેડૂતોને નુકશાન ગયું હોવાનું સર્વેમાં સામે આવ્યું છે.મોરબી જિલ્લામાં પાકને થયેલ નુકસાની તાલુકો વાવેતર વિસ્તાર નુકસાન મોરબી 85,145 હેકટર 69,390 હેકટરહળવદ 84,853 હેકટર 76,070 હેકટરટંકારા 41,595 હેકટર 35,542 હેકટરવાંકાનેર 57,371 હેકટર 51,805 હેકટરમાળીયા (મી.) 48,040 હેકટર 46,645 હેકટરકુલ 3,17004 હેકટર 2,79,452 હેકટરમોરબી જિલ્લામાં મગફળીના પાકને નુકશાનતાલુકો મગફળી વાવેતર મગફળી નુકસાન મોરબી 18,480 હેકટર 14,200 હેકટરહળવદ 28,590 હેકટર 23,670 હેકટરટંકારા 20,800 હેકટર 18,200 હેકટરવાંકાનેર 4,070 હેકટર 3,567 હેકટરમાળીયા (મી.) 355 હેકટર 355 હેકટરકુલ 72,215 હેકટર 59,992 હેકટરજિલ્લામાં કપાસના પાકમાં નુકશાનતાલુકો કપાસ વાવેતર કપાસ નુકસાનમોરબી 58,250 હેકટર 49,250 હેકટર હળવદ 41,760 હેકટર 39,560 હેકટરટંકારા 18,200 હેકટર 15,200 હેકટરવાંકાનેર 45,395 હેકટર 45,260 હેકટરમાળીયા (મી.) 44,540 હેકટર 43,500 હેકટરકુલ નુકશાન 2,08,145 હેકટર 1,92,770 હેકટરકઠોળ, તલ અને બાગાયતીને થયેલ નુકશાનમોરબી જિલ્લામાં ઓક્ટોબર માસના અંતભાગમાં માવઠાને કારણે ખેડૂતોના તૈયાર ખરીફ પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકશાન જવાથી ખેડૂતોના મોઢે આવેલ કોળિયો છીનવાઈ ગયો છે. ખેતીવાડી વિભાગે માવઠા બાદ કરેલા સર્વેક્ષણમાં જિલ્લામાં પાંચેય તાલુકામાં વાવેતર કરવામાં આવેલ અડદ, મગ, તલ અને અન્ય બાગાયતી પાકોમાં 22198 હેકટર વાવેતરમાંથી 19,165 હેક્ટરમાં નુકસાની પહોંચી હોવાનું સામે આવ્યું છે.