નદીના પાણીમાં કેમિકલ ભળ્યું હોવાની આશંકા મોતબી : મોરબીમાંથી પસાર થતી જીવાદોરી સમાન મચ્છુ નદીમાં નવા નીર આવ્યા છે. ત્યારે આજે મોરબી બાયપાસ પર આવેલા ઉમા રિસોર્ટ નજીક અને જુના RTO પુલ પાસે મચ્છુ નદીના વહેતા પાણીમાં અચાનક મોટા પ્રમાણમાં સફેદ ફીણ જોવા મળતા સ્થાનિક લોકો અને રાહદારીઓમાં ભારે અચરજ ફેલાયું છે.નદીના પાણીમાં અચાનક જ ફીણના મોટા થર જામી ગયેલા જોવા મળ્યા હતા. આ ફીણ કોઈ કેમિકલના કારણે ઉત્પન્ન થયા છે કે કેમ, તે અંગે અનેક તર્કવિતર્ક સર્જાયા છે. અગાઉ પણ આવા બનાવો સામે આવી ચુક્યા છે ત્યારે નદીમાં પ્રદૂષણ ફેલાતા જળચર જીવોને પણ મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. પર્યાવરણ પ્રેમીઓ અને જાગૃત નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે.#Morbi #MorbiUpdate #MorbiNews #MachhuRiver #Pollution #GujaratNews #Environment #LocalNews #GPCB