પીડિત પરિવારો દ્વારા હવે નવેસરથી અરજી કરવામા આવશેમોરબી : મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસની તપાસ સીબીઆઇને સોંપવા માટે હાઇકોર્ટમાં કરાયેલી અરજી ફગાવી દેવાતા સુપ્રીમકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. સુપ્રીમકોર્ટે સીબીઆઇની તપાસ માગતી એક સ્વતંત્ર અરજી આર્ટીકલ 32 હેઠળ સુપ્રીમકોર્ટમાં કરવા મંજુરી આપી દીધી છે.જેમા સ્વતંત્રપણે નવેસરથી સીબીઆઇ તપાસ માટેની અરજીને સાંભળવાનો રસ્તો ખુલ્લો કરી દીધો છે.135 નિર્દોષ લોકોનો ભોગ લેનાર મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસની તપાસ સીબીઆઇને સોંપવા પિડીતો તરફથી હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. જો કે, હાઈકોર્ટે તે અરજી ફગાવી દીધી હતી. બાદમાં હાઇકોર્ટના હુકમને પડકારતી અપીલ સુપ્રીમકોર્ટમાં કરવામાં આવી હતી. જેમાં સુપ્રીમકોર્ટે સ્વતંત્રપણે નવેસરથી પીટિશન સીધા સુપ્રીમકોર્ટમાં જ કરવા મંજુરી આપી દીધી છે. જેને લીધે હવે પિડીતોનો સીબીઆઈ તપાસનો માર્ગ મોકળો થયો છે.પિડીતો તરફથી એડવોકેટ ઉત્કર્ષ દવેએ એવી દલીલ કરી હતી કે, સીટનો રિપોર્ટ પુરતી તપાસ કર્યા વગર તૈયાર કરી દેવામાં આવ્યો છે. જવાબદાર ઉચ્ચ અધિકારીઓ સામે સીટે કોઈ પગલા લીધા નથી. જેમની સીધી જવાબદારી છે તેવા કલેકટર ઓફીસના કોઇના નિવેદન તપાસનીશ અધિકારીએ લીધા નથી ત્યારે તટસ્થ અને પારદર્શક તપાસ કરીને 135 લોકોના મોત માટે જવાબદારને સજા મળે તે માટે સીબીઆઇ તપાસ સોંપવી જોઇએ.આગામી દિવસોમાં પિડીતો દ્વારા સુપ્રીમકોર્ટમાં નવેસરથી અરજી કરવામાં આવશે.