મોરબી : મોરબીના ભગતસિંહ ક્રાંતિ દળ દ્વારા કિસાન આંદોલનને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. આ સંદર્ભે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું છે કે ભારત કૃષિ પ્રધાન દેશ છે. 70 ટકા લોકો ખેતી જોડાયેલા છે. ભારતમાં સુખ સમૃદ્ધિ લાવવી હોય તો ખેતી સમૃદ્ધ થાય, ખેડૂતો સમૃદ્ધ થાય એવું કરવું જોઈએ. મૂડીવાદી સરકાર ત્રણ કાળા કાયદા લાવી છે, તેનાથી લાંબા ગાળે ખેડૂતોનું પતન થશે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. તેથી, તે કાયદાને રદ કરવા માટે જે કિસાન આંદોલન ચાલે છે, તેને સમર્થન જાહેર કરીએ છીએ. નાત, જાત, ધર્મ, રાષ્ટ્રીય પાર્ટીનો ભેદભાવ છોડીને કિશાન આંદોલનમાં સમર્થન આપી ભારતની યુવાશક્તિને જગાવવાનો હવે સમય આવી ગયો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..