મોરબી : મોરબીની સીરામીક ફેકટરીમાં ચાલુ કામ દરમિયાન સુપરવાઇઝરનું મોત નીપજ્યું હતું. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ ઉપર આવેલ હરીૐ પાર્કમાં રહેતા અને મોરબીના લાલાપર ગામની સીમમા આવેલ પ્રિયા ગોલ્ડ સિરામિક કારખાનમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા લક્ષ્મણભાઇ દેવશીભાઇ મકવાણા (ઉ.વ. ૫૬) ગઈકાલે પોતાના કારખાનામાં ચાલુ કામગીરી દરમિયાન અચાનક બેભાન થઈને ઢળી પડ્યા હતા. આ બનાવની જાણ થતાં તેમના પુત્ર રાજેશભાઇ લક્ષ્મણભાઇ મકવાણાએ પોતાના પિતાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાતા જ્યાં ફરજ પરના તબીબે લક્ષ્મણભાઇ દેવશીભાઇ મકવાણાને મૃત જાહેર કર્યા હતા. બાદમાં પીએમ કરાવતા તેમનું હાર્ટ એટેકથી મોત થયાનું ખુલ્યું હતું. મૃતક લક્ષ્મણભાઇ દેવશીભાઇ મકવાણાનો પરિવાર આર્થિક રીતે સામાન્ય હોય અને પરિવારના મોભીનું અચાનક અવસાન થતાં તેમના પરિવારમાં દુઃખનું આભ તૂટી પડ્યું હતું.