મોરબી અપડેટ: મોરબી જિલ્લાના આમરણ સ્થિત સુન્ની મુસ્લિમ એન્ડ સૈયદ જમાત દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ધાર્મિક લાગણી દુભાવવા બાબતે લેખિત અરજી કરવામાં આવી છે. ગત તા. 20/07/2026 ના રોજ પોરબંદર ખાતે યોજાયેલા એક ધાર્મિક કાર્યક્રમમાં વક્તા તરીકે રહેલ સતાર હામદાણી મેમણ દ્વારા કરવામાં આવેલી વિવાદાસ્પદ અને ઉશ્કેરણીજનક ટિપ્પણીઓ સામે એફ.આઈ.આર. નોંધવાની માંગ કરવામાં આવી છે.અરજીમાં જણાવ્યા અનુસાર, પોરબંદરના તાજશરિયાહ હોલ ખાતે યોજાયેલ ધાર્મિક તકરીરના કાર્યક્રમમાં વક્તા સતાર હામદાણી મેમણ દ્વારા પયંબર હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમના આલ-એ-ઓલાદ (સૈયદ-સાદાત) ની શાનમાં અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મોહરમના પવિત્ર તાજિયા અંગે પણ મુસ્લિમ સમાજ તેમજ અન્ય સમાજના શ્રદ્ધાળુઓની ધાર્મિક ભાવનાઓ દુભાય તેવી અણછાજતી અને ઉશ્કેરણીજનક ટિપ્પણીઓ કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે.આ વક્તવ્યના ઓડિયો અને વિડિયો વાયરલ થતાં સમગ્ર મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે અને સમાજમાં તણાવ તથા અશાંતિ ફેલાવવાનો ભય ઊભો થયો છે. જેથી સુન્ની મુસ્લિમ એન્ડ સૈયદ જમાત આમરણના પ્રમુખ અબ્દુલ કાદર મુસાભાઈ બુખારી તથા આગેવાનો દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં રૂબરૂ ઉપસ્થિત રહીને ભારતીય ન્યાય સંહિતા (BNS 2023) ની કલમ 299, 302 અને 353(2) હેઠળ તાત્કાલિક તપાસ કરી ગુનો નોંધવા અને કાયદેસરની કડક કાર્યવાહી કરવા લેખિત અરજી આપવામાં આવી છે.#Morbi #MorbiUpdate #SunniMuslimJamat #Aamran #PoliceComplaint #ReligiousSentiments #MorbiNews #GujaratNews