મોરબી : પરમપૂજ્ય સદ્ગુરુદેવ હરિચરણદાસજી મહારાજને થોડા સમય પહેલા ઈજા થઈ હતી ત્યારે ભક્તજનોમા ચિંતાની લાગણી પ્રસરી હતી. ત્યારબાદ રાજકોટ મુકામે તેમની સફળ સર્જરી કરવામા આવી હતી. ત્યારે પૂ. હરિચરણદાસજી મહારાજના સ્વાસ્થ્યમા ઝડપથી સુધારો થાય, તે હેતુસર આવતીકાલ તા. ૩-૩-૨૦૨૦ મંગળવારના રોજ રાત્રે ૯:૩૦ કલાકે શહેરના જલારામ મંદિર ખાતે સુંદરકાંડના પાઠનુ આયોજન કરવામા આવેલ છે. જેમાં આયોજકોએ ધર્મપ્રેમી જનતાને પધારવા ભાવભર્યુ નિમંત્રણ આપ્યું છે.