મોરબી : મોરબી તાલુકાના ચાચાપર ગામ પાસે ડેમી નદી પર પૂર સંરક્ષણ દિવાલના કામનું ખાતમુહૂર્ત સાંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયાના વરદ હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમ આગામી તા. 16 ફેબ્રુઆરીના રોજ સવારે 9 કાલકે પ્રાથમિક શાળાના મેદાન ખાતે યોજાશે. આ તકે અનેક મહાનુભાવો તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા રાજકોટ ક્ષાર પ્રવેશ નિવારણ વર્તુળના અધિક્ષક ઈજનેર પી. બી. ચૌધરી દ્વારા ગ્રામજનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.