એસોસિએશનની રચના અનેફૂડ લાઇસન્સ કઢાવવા મુદ્દે ચર્ચા વિચારણા કરાશે મોરબી : મોરબીના સ્વીટ, નમકીન અને ડેરી ફાર્મના દુકાનદારોની રવિવારે બેઠક યોજનાર છે. આ બેઠકમાં એસોસિએશનની રચના, ફૂડ લાઇસન્સ કઢાવવા અને આઇડી કાર્ડ બનાવવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે. મોરબીના સ્વીટ, નમકીન અને ડેરી ફાર્મના દુકાનદારોની અગત્યની બેઠક આગામી તા. 11ને રવિવારે રાત્રે 9 કલાકે ઉમિયા હોલ, એપલ હોસ્પિટલ સામે, શનાળા રોડ ખાતે યોજવામાં આવનાર છે. આ બેઠકમાં સરકારના નિયમો મુજબ એસોસિએશનની રચના કરવી, ફૂડ લાઇસન્સ કઢાવવા, આઈડી કાર્ડ બનાવવા તેમજ અન્ય નિયમો અને સુચનોની ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ બેઠકમાં ભાગ લેવા માટે મો.નં. 9429579977 અથવા 9428034239 ઉપર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તેમ યાદીમાં જણાવાયું છે.