મોરબી : માળીયા તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘ લી. દ્વારા મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે સરકારી ટેકાના ભાવે ચાલી રહેલી તુવેરની ખરીદી પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. આગામી રવિવાર આ ખરીદી માટેનો અંતિમ દિવસ રહેશે.માળીયા તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘ લી. દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગત તા. ૯/૩/૨૦૨૬ ના રોજ ટેકાના ભાવે ખરીદી માટે સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તા. ૩૦/૩/૨૦૨૬ ના રોજ ૯૩ મેસેજ છોડીને આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. જોકે, હજુ પણ બાકી રહેલા ખેડૂતોની સુવિધા માટે આગામી તા. ૫/૪/૨૦૨૬ સુધી આ સેન્ટર ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ અંગે વધુ માહિતી આપતા સંસ્થાના પ્રમુખ અને મેનેજરે જણાવ્યું છે કે, ખેડૂતોએ તા. ૫/૪/૨૦૨૬ ને રવિવારના રોજ સવારે ૮ થી બપોરે ૩ વાગ્યા સુધીમાં પોતાનો પાક લઈને આવી જવાનું રહેશે. જે ખેડૂતો બાકી રહી ગયા હોય અને જેમના મેસેજના ૭ (સાત) દિવસ પૂરા ન થયા હોય, તેવા જ ખેડૂતોએ રવિવાર સુધીમાં વેચાણ માટે અચૂક પહોંચી જવું. રવિવાર બાદ આ સેન્ટર બંધ કરી દેવામાં આવશે, જેથી બાકી રહેલા ખેડૂતોએ સત્વરે લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #MorbiMarketingYard #Farmers #Tuver #MSP #AgricultureNews #GujaratFarmers