મોરબી : મોરબીની વાંચનપ્રેમી અને સાહિત્યપ્રેમી લોકો માટે નિ:શૂલ્ક પુસ્તકો વાંચવા મળે તેમજ વિશાળ રમણીય સ્થળ જ્યાં શાંત વાતાવરણ તેમજ ઊરમાં ધાર્મિકતા ઉદ્દભવે અને કોઈપણ જાતની ડિપોઝીટ વગર ઉપલબ્ધ પુસ્તકોમાંથી તમારા મનગમતા પુસ્તકો વાંચવા ઘેર લઈ જઈ શકાય તે હેતુથી રોટરી રીડર્સ કલબ દ્વારા દર મહિનાના બીજા રવિવારે પુસ્તક ક્લબનું આયોજન કરવામાં આવે છે. આ વખતે આગામી તા. ૧૩/૧૦/૨૦૧૯ના રોજ સવારે ૯:૦૦થી ૧૧:૦૦ કલાકે અગ્નેશ્વર મહાદેવ, એલ. ઈ. કોલેજ રોડ, સામા કાંઠે, મોરબી ખાતે પુસ્તક ક્લબનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ક્લબનો ઉદ્દેશ લોકો પાસે વંચાઈ ગયેલ કોઇપણ પ્રકારના પુસ્તકો સ્વીકારી ત્યારબાદ એ પુસ્તકોને સુ-વ્યવસ્થિત કરીને વાંચનલયમાં રાખી બીજા લોકો એ પુસ્તકોનો લાભ લઇ શકે તેવો છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274