સુંદરકાંડના પાઠમાં સામેલ થવા તેમજ પ્રજ્ઞાચક્ષુઓના જીવનમાં ઉજાશ ફેલાવવામાં સહભાગી થવા જાહેર આમંત્રણ મોરબી : મોરબી નજીક આવેલ લક્ષ્મીનગર ખાતે સ્થિત પ્રજ્ઞાચક્ષુ પનવર્સન સેવા કેન્દ્રનો આજે 2/7/2019ને મંગળવારે સાતમો સ્થાપના દિવસ છે. આ નિમિત્તે યોજાયેલા સુંદરકાંડના પાઠમાં ઉપસ્થિત રહેવા સંસ્થા દ્વારા જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે. પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્રમાં પાછલા 6 વર્ષોથી રહેલા પ્રજ્ઞાચક્ષુઓને વિવિધ સંસ્થાઓ અને જાહેર જીવન સાથે સંકળાયેલા લોકો તેમજ મોરબીની સામાન્ય જનતા તરફથી ખૂબ જ સહકાર મળેલ છે. સર્વેના સાથ-સહકારથી તેમજ લોકો દ્વારા મળેલ દાનથી લોકો તરફથી મળેલ લાગણી અને પ્રેમની અવિરત ધારાથી સંસ્થાએ સુખરૂપ 6 વર્ષ પૂર્ણ કર્યા છે. મોરબી જિલ્લાની તમામ માયાળુ જનતા આ સંસ્થાને મદદ કરતી રહી છે. આવનાર સમયમાં પણ મોરબીવાસીઓ તરફથી સંસ્થાને આ જ લાગણી અને પ્રેમ મળતો રહેશે અને આ સંસ્થાના તમામ દાતાઓએ કરેલી સહાયથી જ આ સંસ્થાના સર્વે નેત્રહીનોને પોતાના પગભર કરી જીવવામાં ખૂબ મદદરૂપ બન્યા છો એમ જણાવી સંસ્થાએ તમામ દાતાઓ અને વારે તહેવારે સંસ્થામાં કોઈ પણ રીતે પોતાનું યોગદાન આપનાર સર્વેનો આભાર વ્યક્ત કર્યો છે. સાથોસાથ આજે આયોજિત સુંદરકાંડના પાઠનો લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવ્યું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne