મોરબી : ભગવાન શ્રી રામચંદ્રજીના અયોધ્યા મુકામે થયેલા નૂતન પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની દ્વિતીય વર્ષગાંઠની પવિત્ર ઉજવણી નિમિત્તે નાની વાવડીમાં સુંદરકાંડ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ શુભ અનુષ્ઠાન સંવત 2082 પોષ સુદ દ્વાદશીના રોજ, એટલે કે આવતીકાલે તા. 31-12-2025, બુધવારના દિવસે યોજાશે. સુંદરકાંડનું પઠન રાત્રે 08:00 વાગ્યાથી શરૂ થઈને 11:00 વાગ્યા સુધી શ્રી રામજી મંદિર - નાની વાવડી ખાતે થશે. આયોજકોએ તમામ ભાવિક ભક્તજનોને આ પાવન પ્રસંગે પધારીને ધર્મલાભ લેવા માટે ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે.