રાજકોટ ડિવિઝન થઈને પસાર થતી આ સાપ્તાહિક ટ્રેન કુલ 24 ફેરા કરશેમોરબી: ઉનાળાના વેકેશન દરમિયાન મુસાફરોનો ધસારો જોતા પશ્ચિમ રેલવે દ્વારા પોરબંદર અને આસનસોલ વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ ટ્રેન રાજકોટ અને વાંકાનેર થઈને પસાર થશે.ટ્રેનનું શેડ્યૂલ અને સમયપત્રક• ટ્રેન નંબર 09205 (પોરબંદર–આસનસોલ): 13 એપ્રિલ, 2026 થી 29 જૂન, 2026 સુધી દર સોમવારે પોરબંદરથી સવારે 8:50 કલાકે ઉપડશે. આ ટ્રેન તે જ દિવસે 13:15 કલાકે રાજકોટ પહોંચશે અને બુધવારે સવારે 6:45 કલાકે આસનસોલ પહોંચશે. • ટ્રેન નંબર 09206 (આસનસોલ–પોરબંદર): 15 એપ્રિલ, 2026 થી 01 જુલાઈ, 2026 સુધી દર બુધવારે આસનસોલથી રાત્રે 23:05 કલાકે ઉપડશે. જે શુક્રવારે સાંજે 17:41 કલાકે રાજકોટ અને રાત્રે 21:50 કલાકે પોરબંદર પહોંચશે.મુખ્ય સ્ટોપેજ અને કોચની સુવિધાઆ ટ્રેન બંને દિશામાં ભાણવડ, લાલપુર જામ, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, ઉજ્જૈન, સંત હીરદારામ નગર, બિના, લલિતપુર, ઝાંસી, ગોવિંદપુરી, પ્રયાગરાજ, મિર્ઝાપુર, પંડિત દિન દયાલ ઉપાધ્યાય જં., ભબવા રોડ, સાસારામ ડેહરી ઓન સોન, કોડરમાં, હજારીબાગ રોડ, પારસનાથ, નેતાજી સુભાષચંદ્ર બોઝ જં., ગોમો, ધનબાદ અને ગયા સહિતના મહત્વના સ્ટેશનો પર ઉભી રહેશે. ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ કેટેગરીના કોચની સુવિધા ઉપલબ્ધ રહેશે.બુકિંગની વિગતોટ્રેન નંબર 09205 માટે ટિકિટનું બુકિંગ 10 એપ્રિલ, 2026 થી તમામ પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC ની સત્તાવાર વેબસાઇટ પરથી કરી શકાશે. મુસાફરો વધુ વિગત માટે રેલવેની વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.#MorbiUpdate #RailwayNews #SummerSpecialTrain #Porbandar #Asansol #RajkotDivision #RailwayBooking #TravelNews