સો-ઓરડી વિસ્તારમાં બી ડિવિઝન પોલીસનો દરોડો મોરબી : કોરોના કાળમાં બુટલેગરોને પણ મંદી નડે તેવી પરિસ્થિતિમાં હવે મોરબીમાં બુટલેગરોને ઉનાળાની સીઝન શરૂ થઈ હોય તેવી પ્રતીતિ વચ્ચે બી ડિવિઝન પોલીસે સો ઓરડી વિસ્તારમાંથી 12 બોટલ જિન સાથે બુટલેગરને ઝડપી લેવામાં સફળતા મેળવી છે. મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વરીયાનગર વિસ્તારમાં રાજુભાઇ દિનેશભાઇ છેલાણીયા, ઉંવ ૨૩ નાં રહેણાંક મકાનમાં દરોડો પાડી ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ જીનની મૂન વોલ્ક પ્રિમિયમ ડ્રાય જીનની ૭૫૦ મીલીની કાચની કંપની શીલ પેક બોટલ નંગ-૧૨ કી.રૂ.૩૬૦૦ના મુદામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમો મુજબ ગુન્હો નોંધ્યો હતો.