બાળકોને વિવિધ પ્રવૃતિઓ સાથે ફન એક્ટિવિટી પણ કરાવવામાં આવશે મોરબી : મોરબીની ચાણક્ય કિડ્ઝ સ્કૂલમાં આગામી તા. ૨૩મીથી છ દિવસ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળકોને વિવિધ પ્રવૃતિઓ સાથે ફન એક્ટિવિટી પણ કરાવવામાં આવનાર છે. મોરબીના રવાપર રોડ પર વી માર્ટ સામે ઘનશ્યામ માર્કેટ-૧ ખાતે આવેલ ચાણક્ય કિડ્ઝ સ્કૂલમાં આગામી તા. ૨૩થી ૩૧ સુધી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનું સમય બપોરે ૩ થી ૬ નો રહેશે. કેમ્પમાં ૨ વર્ષથી ૧૬ વર્ષ સુધીના બાળકો ભાગ લઈ શકશે. આ સમર કેમ્પમાં એરોબીક્સ, કૉલીગ્રાફી, યોગા, કરસ્યુ રાઇટિંગ, ફાયરલેસ કુકિંગ, ડાન્સ, ડ્રોઈંગ, આર્ટ, ક્રાફટ, સ્વિમિંગ વિથ બલૂન પાર્ટી, પેપર ક્વોલિંગ, ગિફ્ટ વરેપિંગ, સ્પોર્ટ એક્ટિવિટી અને ફન એક્ટિવિટી કરાવામાં આવશે. આ કેમ્પની ફી રૂ. ૧૦૦૦ રાખવામાં આવી છે. વધુ વિગત માટે મો.નં. ૯૯૯૮૮ ૯૧૯૧૨ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en