મોરબી: મોરબી-માળિયા વિધાનસભાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના જન્મદિવસ નિમિત્તે સામાજિક સંસ્થાઓ દ્વારા ગાયોને સુખડી તથા લીલા ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાંતિભાઈ અમૃતિયાના જન્મદિવસે કાંતિભાઈની ટીમ અને અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા તેઓ દીર્ઘાયુ બને અને જનતાની વધુ ને વધુ સેવા કરે તેવી પ્રાર્થના સાથે મોરબીના લીલાપર રોડ પર આવેલા પાંજરાપોળ ખાતે સવારે ગાયોને સુખડી તથા લીલા ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યમાં અનેક લોકોએ સાથ સહકાર આપ્યો હતો અને સેવા કાર્યો થકી કાંતિભાઈ અમૃતિયાના જન્મદિવસની ઉજવણી કરી હતી.