બનાવ સમયે નામદાર કોર્ટના બેલીફ સાથે ગેરવર્તન કરનાર શખ્સને કોર્ટમાં રજૂ કરાતા જામીન મુક્ત મોરબી : મોરબી નામદાર કોર્ટના બેલીફ વોરંટની બજવણી કરવા જતા સીરામીક એસોસીએશનના પૂર્વ પ્રમુખ સુખદેવ પટેલે ફરજમાં રુકાવટ કરી વોરંટ ફાડી નાખવાના બનાવમાં પોલીસે બેલીફ સાથે ગાળાગાળી કરનાર સુખદેવ પટેલના પુત્રની પણ ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે જામીનમુક્ત કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના એડી.સિવિલ કોર્ટના બેલીફ ભગીરથભાઈ વિરજીભાઈ પાંચોટિયા જાંબુડિયા નજીક આવેલ મેક્સ ગ્રેનીટો નામની સિરામિક ફેક્ટરીમાં ગત તા 2 જુનના રોજ મિલકત જપ્તી ના વોરંટની બજવણી માટે ગયા હતા ત્યારે કારખાનેદાર સુખદેવભાઈ લાલજીભાઈ પટેલે કોર્ટનું અસલ વોરંટ ઝુટવી લઇ ફાડી નાખ્યું હતું આ કેસમાં પોલીસે અગાઉ સુખદેવ પટેલ અને અશોકભાઈ ત્રિભોવનભાઈ પટેલને ઝડપી લીધા હતા. હાલ બન્ને આરોપી જામીન પર મુકત છે. જ્યારે હવે પોલીસે આ કેસમાં બેલીફને ગાળો આપી અભદ્ર વર્તન કરવા બદલ સુખદેવ પટેલના પુત્ર રાજ સુખદેવ પટેલની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે જામીનમુક્ત કર્યો હતો.