મોરબી: ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત દ્વારા આજે સંગઠનાત્મક નિમણૂંકોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લામાંથી સુખદેવ રમેશભાઈ ડેલવાણીયાની પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે.ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશના મોવડી મંડળ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ આજે યુવા મોરચાના પ્રદેશ પદાધિકારીઓના નામોની જાહેરાત કરવામાં આવી હતી. યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. હેમાંગ જોષી દ્વારા કુલ ૨૧ પદાધિકારીઓની નિમણૂક પત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં મોરબી જિલ્લાના સુખદેવ રમેશભાઈ દેલવાણીયાને પ્રદેશ ઉપાધ્યક્ષની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. મોરબી જિલ્લાને પ્રદેશ સંગઠનમાં સ્થાન મળતા સ્થાનિક યુવા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.#MorbiUpdate #Morbi #MorbiNews #BJYM #BJYMGujarat #SukhdevDelvaniya #BJP #GujaratPolitics