આર્થિક સંકડામણને કારણે યુવાને ફાંસો ખાધો હોવાની પ્રાથમિક જાણકારી આવી સામે મોરબી : શહેરના લાયન્સનગર વિસ્તારમાં એક યુવકે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે. જેમાં આર્થિક સંકડામણને કારણે યુવાને મોતને ગળે લગાડ્યું હોવાનું સામે આવી રહ્યું છે. મોરબીના સેન્ટમેરી ફાટકથી આગળના લાયન્સનગર વિસ્તારમાં 37 વર્ષીય લાલજીભાઈ ગગુભાઈ અવડીયાએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. મૃતકની ડેડબોડી હોસ્પિટલે પહોંચતા પોલીસને આ બનાવની માહિતી મળી હતી. મૃતક ઘણા સમયથી આર્થિક સંકડામણથી ઘેરાયેલા હતા. સાથોસાથ તેના 18 વર્ષની ઉંમરના પુત્રને કેન્સર હોવાને કારણે પણ તેઓ ટેનશનમાં રહેતા હતા. ઉક્ત બનાવની તપાસ બી.ડીવી.ના એ.એસ.આઈ. હકાભાઈ ચૌહાણ ચલાવી રહ્યા છે.